ભારતનું વસ્તી-વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા | std 12 Samajshastr imp questions | sociology std 12 | std 12 Samajshastr chapter 1

1. ભારતનું વસ્તી-વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા

              1- Marks Question  

1. ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાનાં નામ આપો.

> ભારતમાં બોલાતી પાંચ ભાષાનાં નામ આ પ્રમાણે છે : (1) ગુજરાતી, (2) હિન્દી, (3) પંજાબી, (4) સંસ્કૃત અને (5)

2. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો.

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે, “રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. જેના દ્વારા બધા લોકોનાં દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય.’’

3. ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે?

> ભારતના વિકાસ કે પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાયાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે.

4. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ક્યાં નામો વપરાતાં હતાં?

→પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ભારતવર્ષ, ચક્રવર્તી, એક્વાધિપતિ વગેરે નામો વપરાતાં હતાં.

5. ભારતના નાગરિક અવૉર્ડ કયા કયા છે?

→ ભારતરત, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક અવૉર્ડ છે

6. ભારતમાં અપાતા રમતગમતના અવૉર્ડ કયા કયા છે?

→ ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલરત, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે રમતગમતના અવૉર્ડ છે.

7. ભારતમાં અપાતા ભારતીય સેનાના અવૉર્ડ કયા કયા છે? (July 18)

→ ભારતમાં અપાતા પરમવીરચક્ર, મહાવીરચક્ર, વીરચક્ર, અશોકચક્ર, કીર્તિચક્ર, શૌર્યચક્ર વગેરે ભારતીય સેનાના અવૉર્ડ

8. ડૉ. જી. એસ. પૂર્વે રાષ્ટ્રીય એકતાને કઈ રીતે સમજાવે છે?

→ ડૉ. જી. એસ. પૂર્વે રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સ્વરૂપમાં સમજાવતાં જણાવે છે કે, “રાષ્ટ્રના લોકોમાં એકતા, દઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે. જેમાં લોકોનાં હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે.’

9. ડૉ. જી. એસ. પૂર્વે આપેલ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જણાવો. (July 18)

→ ડૉ. જી. એસ. પૂર્વે રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સ્વરૂપમાં સમજાવતાં જણાવે છે કે, “રાષ્ટ્રના લોકોમાં એકતા, દઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે. જેમાં લોકોનાં હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે.’

10. વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું? (March 19)

→ વિનોબા ભાવેના મતે, “રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે.’’

11. રાષ્ટ્રીય એકતાનાં સહાયક પરિબળો કયાં કયાં છે?

→ રાષ્ટ્રીય એકતાનાં સહાયક પરિબળો આ પ્રમાણે છે :
 (1) ભૌગોલિક પરિબળ, (2) ભારતનું બંધારણ, (3) નાગરિક ફરજો (4) કાયદાઓ, (5) લોકશાહી પ્રણાલી, (6) રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, (7) રમતગમતની પ્રવૃત્તિઓ, (8) સમૂહસંચારનાં માધ્યમો, (9) વાહનવ્યવહારનાં સાધનો તથા (10) પરસ્પરાવલંબન અને સંયોગીકરણ.

12.ભૌગોલિક વિવિધતાએ લોકોને જુદી જુદી પરિસ્થિતિઓમાં એકતા સ્થાપિત કરવાનું કઈ રીતે શીખવ્યું છે ?

→ ભૌગોલિક વિવિધતા લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી વગેરે કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશો, વિવિધ જ્ઞાતિ, વિવિધ ભાષા અને વિવિધ ધર્મના લોકો પરસ્પર મદદ અને ફંડફાળો આપી વિવિધતામાં એકતાનાં દર્શન કરાવે છે.

13. ભારતના બંધારણના આમુખ અનુસાર ભારત એ કેવું સંઘ રાજય છે ?

→ ભારત એ સંઘ રાજ્ય છે. ભારતના બંધારણના આમુખ અનુસાર ભારત એ સાર્વભોમ, સમાજવાદી બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે. ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા એ આ રાજ્યના પાયા છે.

14. સમાનતાના અધિકારમાં કાયદા દ્વારા કયા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે?

→ સમાનતાના અધિકારમાં કાયદા દ્વારા ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળનાં કારણોસરના ભેદભાવો પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.

15. ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. 

→ ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં મહિલાનું પ્રમાણ 48. 49 ટકા અને પુરુષનું પ્રમાણ 61.61 ટકા છે.

16. ઈ. સ. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે ? 

→ ઈ. સ. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી 16,04,39,692 છે.

17. ભારતમાં ઈ. સ. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગપ્રમાણ કયા પ્રદેશમાં છે? 

→ ભારતમાં ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કેરલ (1084) પ્રદેશમાં છે.

18.ભારતમાં ઈ. સ. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગપ્રમાણ કયા પ્રદેશમાં છે? 

→ ભારતમાં ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ સૌથી, ઓછું લિંગપ્રમાણ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ(618)માં છે.

19.ગુજરાતમાં ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? 

→ ગુજરાતમાં ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ ડાંગ જિલ્લામાં (94,65ટકા) છે.

20.ભારતમાં કેવા પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે? 

→ ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા તીર્થધામ વગેરેમાં રાને પાને સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે

21.માનવવસ્તી કોને કહેવાય?

→  સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવવસ્તી કહેવાય.વસ્તીની જાળવણી કરવી શા માટે અનિવાર્ય છે?

22.સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છેવસ્તીનું કદ શાના પર નિર્ભર છે?

→ વસ્તીનું કદ જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર નિર્ભર છે.

23. વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?

→ વસ્તીના માળખામાં વયજૂથ, લિંગપ્રમાણ, ગ્રામીણશહેરી, તફાવતો, સાક્ષરતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

24. ભારતમાં કેવા પ્રકારનું વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે?

→ ભારતમાં વયજૂથ, લિંગપ્રમાણ, ગ્રામીણશહેરી વસ્તીનું પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જુથો, જાતિપ્રમાણ, જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરેમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે.

25.ભારતમાં કેવા પ્રકારનું ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે?

→ ભારતમાં જગતના તમામ મુખ્ય ધર્મના નાગરિકો વસવાટ કરે છે. તેઓ પોતાના ધર્મની આચારસંહિતા ધરાવે છે. તેઓ પોતાનાં ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતોના આધારે પોતાની જીવનશૈલીની રચના કરે છે. આ પ્રમાણેનું ધાર્મિક વૈવિધ્ય ભારતમાં જોવા મળે છે.

26. ઈ. સ. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તી કેટલી છે?

→ ઈ. સ. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તી 1,21,08,54,977 છે.

27. ઈ. સ. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં મહિલા અને પુરુષના પ્રમાણની ટકાવારી કેટલી છે? 

→ ઈ. સ. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં મહિલાની વસ્તીનું પ્રમાણ 47.90 ટકા અને પુરુષોની વસ્તીનું પ્રમાણ52.10 ટકા છે.

28. ભારતીય પોશાકમાં કઈ વિવિધતા જોવા મળે છે?

→ ભારતીય પોશાકમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. પોશાકના કારણે જુદા જુધ પ્રદેશની ઓળખ ઊભી થાય છે. દા. ત., પંજાબી ડ્રેસ, ગુજરાતી સાડી, મહારાષ્ટ્રીયન સાડી વગેરે.. ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વિવિધતામાં વધારો કરે છે. દા, ત., બુરખા, રિધ, પાઘડી વગેરે.

29. ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યનાં ઉત્તમ ઉદાહરણો છે ?

→ ગુજરાતના ગરબા' અને 'પતંગોત્સવ’ વૈશ્વિક દષ્ટિએ સાંસ્કૃતિક વૈવિધ્યનાં ઉત્તમ ઉદાહરણો છે.

30. વંચિત સમૂહોના મુખ્યત્વે કેટલા વિભાગો છે? કયા કયા?

 → વંચિત સમૂહોના મુખ્યત્વે ત્રણ વિભાગો છે :
 (1) અનુસુચિત જાતિ (એસસી), (2) અનુસૂચિત જનજાતિ (એસટી) અને (3) અન્ય પછાત વર્ગો (ઓબીસી),

31. ભારતમાં મોટા ભાગની આદિવાસી વસ્તી ક્યાં જોવા મળે છે?

→ ભારતમાં મોટા ભાગની આદિવાસી વસ્તી મિઝોરમ, લક્ષદ્રીપ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને દાદરા નગરહવેલીમાં જોવા મળે છે.
32. ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા જિલ્લામાંછે? → ઈ. સ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતો જિલ્લો ભાવનગર (0.32 ટકા) છે,

33. કયાં સાધનોનો સમૂહસંચાર માધ્યમોમાં સમાવેશ થાય છે? 

→ વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન, પોસ્ટરો વગેરે સાધનોનો સમૂરસંચાર માધ્યમોમાં સમાવેશ થાય છે.

34. ભારતનું વસ્તીવૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા

→ વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન, પોસ્ટરો વગેરે સાધનોનો સમૂરસંચાર માધ્યમોમાં સમાવેશ થાય છે.

35. વાહનવ્યવહારનાં સાધનો કઈ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે ?

→ આધુનિક સમયમાં નોકરી, ધંધા, વેપાર, રોજગાર, શિક્ષણ, પ્રવાસપર્યટન વગેરે માટે દેશના નાગરિકો વાહનવ્યવહારનાં સાધનોનો ઉપયોગ કરે છે. આ સાધનો દ્વારા નાગરિકો એકબીજાથી નજીક આવે છે અને તે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે.

 36. ભારતમાં કયા કયા ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે તે જણાવો. (March 18) 

→ ભારતમાં નીચેના ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે : (1) હિન્દુ, (2) ઇસ્લામ, (3) ખ્રિસ્તી, (4) શીખ, (5) બૌદ્ધ, (6) જૈન અને (7) કોઈ પણ ધર્મમાં નહિ માનનાર
 

                 Click To Chapter - 2 


Comments