પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ || Std 11 bhugol questions and answers || geography chapter 1 std 11

( 1 ) પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરો.

➡️ ઇંગ્લૅન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જિન્સ (Sir James Jeans) તથા જેફરીઝે સૌરપરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના (Tidal Hypothesis) રજૂ કરી હતી.

➡️ આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આદિસૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો સૂર્ય કરતાં કદમાં મોટો હતો. તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી. સિગાર કે ચિરૂટ આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો. સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું.

તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌ૨પરિવારનો ઉદ્ભવ થયો.

( 2 ) ‘નિહારિકાવાદ’ સમજાવો.

➡️ : જર્મન તત્ત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદ ઉત્કલ્પના (Nebular Hypothesis) રજૂ કરી હતી.

➡️ આ ઉત્કલ્પના પ્રમાણે અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડું અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. વાયુવીય વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું.

➡️ કાન્ટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે (Laplace) 1796માં સુધારો કર્યો. તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો. આ વાયુવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો. આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકાર(Sphere)માં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા. ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો. આ રીતે સૌરપરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષો પહેલાં થયો.


(3) પૃથ્વીની આંતરિક રચના વર્ણવો.

➡️ પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી. સમયાંતરે તેનું ભૂ-કવચ ઠરીને ઘન બન્યું. હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે. પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય ત્રણ વિભાગો નીચે પ્રમાણે છે : 

1. મૃદાવરણ – ઘનાવરણ (Lithosphere) : પૃથ્વીસપાટીથી લગભગ 35થી 40 કિમી સુધી.

2. મિશ્રાવરણ – મેન્ટલ (Pyrosphere) : મૃદાવરણની નીચે આશરે 2,880 કિમી સુધી.

3. ભૂગર્ભ – નિફે (Nife) : 2,880 કિમીથી પૃથ્વીના કેન્દ્ર સુધી. - 

1. મૃદાવરણ  આ આવરણની સરેરાશ જાડાઈ 33 કિમી જેટલી છે.

→ પૃથ્વીસપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર ‘સિયાલ’ કહેવાય છે, જેમાં ‘SI’નો અર્થ સિલિકા (રેતી) અને ALનો અર્થ ઍલ્યુમિનિયમ થાય છે. બંને ખનીજ દ્રવ્યોના પ્રથમ બે અક્ષર લઈને આ આવરણ SIAL(સિયાલ)ના નામે ઓળખાય છે. 

→ ‘સિયાલ’ની નીચેના પડ કે સ્તરને SIMA (સાઇમા) કહે છે, જેમાં ‘SI’નો અર્થ સિલિકા (રેતી) અને ‘MA’નો અર્થ મૅગ્નેશિયમ થાય છે

--> મૃદાવરણમાં સપાટી પર બેસાલ્ટ ખડકો અને નીચેના પડમાં ગ્રેનાઇટ ખડકો આવેલા છે.

2. મિશ્રાવરણ : મિશ્રાવરણ મિશ્ર ખનીજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને ભૂ-રસ કહે છે.

→ આ વિસ્તારમાં બેસાલ્ટ ખડકો સવિશેષ આવેલા છે.

૩. ભૂગર્ભ : ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ કહેવામાં આવે છે.

→ આ સ્તરમાં નિકલ (Nickel) અને લોખંડ(Ferrous)નાં ખનીજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે કહે છે.

→ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. 

→ આ આવરણનો વ્યાસ આશરે 6,020 કિમીનો છે.


4. સોરપરિવાર એટલે શું? સૌરપરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા કરો.

➡️ સૌરપરિવારમાં 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌપરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શિન, યુરેનસ અને નેપ્ચ્યૂન સૂર્યમંડળના 8 ગ્રહો છે. આમ, સૌરપરિવારના અતિ મહત્ત્વના સભ્ય તરીકે તેમજ માનવના નિવાસસ્થાન એવી પૃથ્વીની ગ્રહ તરીકેની નોંધપાત્ર વિશિષ્ટતાઓ નીચે મુજબ છે

➡️  સૌરરિવારમાં બુધ અને શુક્ર પછી તે ત્રીજા સ્થાને છે. 

➡️ તે સંપૂર્ણ ગોળ નથી, પરંતુ ધ્રુવો પાસે સહેજ ચપટી છે. 

➡️  તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિમી અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિમી છે.

➡️ સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં 365.25 દિવસ લાગે છે. 

➡️  પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. તેથી દિવસ-રાત થાય છે.

➡️ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે. જ્યાં સજીવસૃષ્ટિ નથી.

➡️  પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઑક્સિજન તથા અલ્પમાત્રામાં કાર્બન ડાયૉક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે.

➡️  પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે.

➡️  સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાથી ઋતુચક્ર અનુભવાય છે.

➡️ પૃથ્વીસપાટી પર 71 % ભાગમાં જલાવરણ છે.

 ( 5 ) બિગ બૈંગના સિદ્ધાંતને વર્ણવો. 

➡️  બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બૅગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે. આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે.

➡️ બેલ્જિયમ વિદ્વાન જૉર્જ લિમિત્રેએ આ સિદ્ધાંત આપ્યો છે. 1920માં ઍડવિન હબલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એક્બીજાથી દૂર ખસી રહી છે. બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થાઓમાં થઈ રહ્યા છે :

→ બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે આદિ પદાર્થો પ્રારંભે અત્યંત સૂક્ષ્મ તથા નાના ગોળાના સ્વરૂપમાં હતા. તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા.


→ ખૂબ જ નાના ગોળાઓમાં પ્રચંડ વિસ્ફોટ (Bang) થતાં તેમાં રહેલા કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા તથા બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. 

→ બિગ બેંગ થતાંની સાથે માત્ર ત્રણ જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. આ ઘટના બાદ આશરે ત્રણ લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કૅલ્વિન સુધી નીચું આવી ગયું હશે અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે.

(6) વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો? સવિસ્તર લખો.

✒️  વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને વિકાસ નીચે પ્રમાણેની અવસ્થામાં થયો છે:


1. પ્રથમ અવસ્થા : પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી.


2. દ્વિતીય અવસ્થા : પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી. પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યાં. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયૉક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું રહ્યું.


3. તૃતીય અવસ્થા : આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયૉક્સાઇડ વૃષ્ટિજળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું, પરિણામે મુશળધાર વરસાદ થવા લાગ્યો.


Comments